પાલભાઈ આંબલીયા, જિગ્નેશ મેવાણી અને મહેશ રાજકોટિયા સહિતના નેતાઓની આગેવાનીમાં યોજાશે પદયાત્રા : જેતપરના ખેડૂત આંદોલનને જાહેર કરાયું સમર્થનમોરબી : ખેડૂતોના હકો અને અધિકારો માટે ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આવતીકાલે 26 જૂનના રોજ કચ્છના રાપર તાલુકાના વ્રજવાણીથી દેવભૂમિ દ્વારકા સુધીની 500 કિલોમીટર લાંબી 'ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા' નું આયોજન કરવામાં આવ્યું છે.યાત્રાનો માર્ગ અને નેતૃત્વઆ પદયાત્રા 26 જૂને સવારે 9 કલાકે વ્રજવાણી ગામથી શરૂ થશે અને કચ્છથી નીકળી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર થઈને દ્વારકા પહોંચશે. આ યાત્રામાં પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટીયા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અને જયેશ પટેલ મુખ્ય ભૂમિકામાં રહીને નેતૃત્વ કરશે. દ્વારકા પહોંચીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કિસાન ધ્વજ અર્પણ કરવામાં આવશે.મોરબીના જેતપર ખેડૂત આંદોલનને ટેકોઆ પદયાત્રાના આયોજકો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા જે લોકશાહી અને શાંતિપૂર્ણ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તેને સંપૂર્ણ બંધારણીય અને કાનૂની સમર્થન છે. સમગ્ર નેતૃત્વ જેતપરના ખેડૂતોની પડખે ઉભું છે.ખેડૂતોની મુખ્ય માંગણીઓ* સંમતિનો અધિકાર: ખેડૂતની લેખિત પૂર્વ સંમતિ વિના ખેતરમાં એક પણ વીજલાઈનનો થાંભલો કે ટાવર ઉભો ન કરવામાં આવે (કલમ 300-A મુજબ).* વળતર: જમીન સંપાદન કાયદો 2013 મુજબ ખેડૂતોને જમીનની માર્કેટ વેલ્યુના 4 ગણા વળતરની ચુકવણી ફરજિયાત કરવામાં આવે.* કાયદાનું પાલન: ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885 અને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10 અને 16 નું ચુસ્તપણે પાલન થાય.* SOP: ખેડૂતો સાથે પારદર્શક ચર્ચા અને વળતર માટે 30 દિવસમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવે.* જેતપરને ન્યાય: જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતોની તમામ કાયદેસર માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે અને તેમના પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે.* SIT ની રચના: છેલ્લા 5 વર્ષમાં વીજલાઈન અને અન્ય પ્રોજેક્ટમાં ખેડૂતો સાથે થયેલા અન્યાયની તપાસ માટે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવે.નેતાઓએ જણાવ્યું છે કે, આ લડાઈ ગુજરાતના 60 લાખ ખેડૂત પરિવારોના ભવિષ્યની છે અને જ્યાં સુધી કાયદા મુજબ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. મહેશ રાજકોટીયા વતી તમામ 33 જિલ્લાના ખેડૂતો, યુવાનો અને નાગરિકોને આ ન્યાય યાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #KhedutAndolan #FarmersProtest #NyayYatra #JetparFarmers #GujaratFarmers