100થી વધુ વીઘા ફળદ્રુપ જમીન અને 2000 વીઘા ડૂબ વિસ્તાર બચાવવા ખેડૂતો મેદાને : મચ્છોયા આહીર સમાજ સમિતિના ટેકાથી કલેક્ટર કચેરીએ અપાશે આવેદનપત્રમોરબી: જસાપર ગામના ખેડૂતો માટે સૂચિત બાયપાસ પ્રોજેક્ટ માથાના દુખાવા સમાન બની ગયો છે. બાયપાસના કારણે 100 વીઘાથી વધુ ફળદ્રુપ જમીન અને 2000 વીઘાથી વધુ વિસ્તાર ડૂબમાં જઈ રહ્યો હોવાથી ગામના નાના અને સીમાંત ખેડૂતો સંપૂર્ણ જમીન વિહોણા થવાના આરે છે. ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડતા આ જસાપર બાયપાસને રદ કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા આવતીકાલે 11 જૂનના રોજ મોરબીમાં એક વિશાળ 'ખેડૂત આક્રોશ રેલી'નું આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂતો દ્વારા ઉગ્ર રોષ સાથે સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, જો અગાઉ આમરણ, ચાચાવાદરડા અને સરવડ ગામના બાયપાસ રદ થઈ શકતા હોય, તો પછી જસાપરની જમીન સાથે જ આવો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે? જસાપર ગામના આહીર સમાજ અને તમામ ખેડૂતોની આ લડતમાં મચ્છોયા આહીર સમાજ સમિતિએ પણ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. આવતીકાલે સવારે યોજાનારી આ રેલીમાં ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવશે. રેલીનો રૂટ જૂની પોસ્ટ ઓફિસ, પરશુરામ પોટરીથી ચાલીને કલેક્ટર ઓફિસ સુધીનો રહેશે. આયોજકો દ્વારા દરેક ખેડૂત મિત્રોને પોતાના હક માટે જાગૃત થઈને એકતા બતાવવા અને આ રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા આહ્વાન કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #JasaparBypass #FarmersProtest #KhedutAakroshRally #GujaratFarmers #MorbiCollectorOffice