ખેડૂતોને હાલ ઉતાવળ ન કરવા અપીલ : પોર્ટલ ચાલુ થયે જાણ કરાશેમોરબી : ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીનું નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે. ડેટાબેઝની યોગ્ય જાળવણી તેમજ પોર્ટલ અપગ્રેડમાં વધારાનો સમય જરૂરી હોઈ ગુજરાત ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ થોડા દિવસો માટે બંધ રહેશે.પોર્ટલ પાછું ઓનલાઈન અને કાર્યરત થતાં જ સોશિયલ મીડિયા થકી જાણ કરવામાં આવશે.પોર્ટલ ચાલુ થયાનો મેસેજ આવ્યા બાદ ફરીથી રજિસ્ટ્રેશન ચાલુ કરવા અપીલ કરાઈ છે. તથા ખેડૂતોને હાલ પર્યંત નોંધણી માટે ઉતાવળ ન કરવા સરકાર દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.