મોરબી અપડેટ : મોરબીના જેતપરમાં ચાલી રહેલી સત્યાગ્રહ છાવણી ખાતે આજે ખેડૂત નેતા રાકેશ ટિકૈત સહિતના ખેડૂત નેતાઓ અને અગ્રણીઓ આવી પહોંચ્યા છે. જેતપર સ્થિત છાવણી ખાતે પહોંચીને નેતાઓએ ગ્રામજનો સાથે મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી.જેતપર ખાતેના કાર્યક્રમ બાદ, સાંજે 8:00 થી 8:30 વાગ્યાના અરસામાં મોરબીના રવાપર ચોકડી ખાતે આવેલ કેપિટલ માર્કેટ પાસે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં રાકેશ ટિકૈત સહિતના નેતાઓ ઉપસ્થિત રહીને જાહેર સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે જેતપર મુકામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે રાકેશ ટિકૈતની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ત્યારે સભાને બાદમાં મોકૂફ રાખવામાં આવી હતી. #Morbi #MorbiNews #MorbiUpdate #Jetpar #RakeshTikait #RavaparChokdi #Gujarat