હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અલીકામત ગામે રહેતા રવિભાઇ દિતુભાઇ વાસ્કલ ઉ.26ને રાયસંગપુર ગામે હમીરભાઇ ચૌહાણની વાડી પાસે નદી કાંઠે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.