શુદ્ધ તેલ, આયુર્વેદિક દવાઓ અને ઘરવપરાશની ચીજો રાહત ભાવે મળશેમોરબી: પર્યાવરણ અને પ્રાકૃતિક જીવનશૈલીને પ્રોત્સાહન આપતી સંસ્થા નવરંગ નેચરલ ક્લબ દ્વારા આગામી રવિવારે મોરબીમાં ભવ્ય ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નાગરિકોને શુદ્ધ તેલથી લઈને આયુર્વેદિક ઓસડિયાં સુધીની અનેક વસ્તુઓ રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે.ક્યારે અને ક્યાં યોજાશે આ હાટ ? • તારીખ: ૦૮-૦૩-૨૦૨૬, રવિવાર • સમય: સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી • સ્થળ: સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબીખેડૂત હાટમાં મળતી મુખ્ય વસ્તુઓ:નવરંગ નેચરલ ક્લબ દ્વારા આ હાટમાં ગુણવત્તાયુક્ત અને શુદ્ધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે, જેમાં એક વર્ષની ગેરંટી સાથેનું શુદ્ધ મગફળીનું તેલ, કાળા-સફેદ તલનું તેલ અને કોપરેલ તેલ, ઓર્ગેનિક ખાંડ, ગોળ, પાપડ અને ખાખરા, વિવિધ જાતના ફૂલછોડના કલમી રોપા, દેશી ઓસડિયાં ચૂર્ણ, આયુર્વેદિક દવાઓ અને શુદ્ધ મધ તેમજ અગરબત્તી, ગૂગળ, કપૂર અને ગાયનું શુદ્ધ ઘી પણ રાહત ભાવે મળશે. આ ઉપરાંત હાથ બનાવટની તાવડી, પાટિયા, કુંડા, ફાઈબરના કુંડા અને ગરમ મોજા પણ અહીંથી મેળવી શકાશે.વિશેષ આકર્ષણ: રાહત ભાવે પાણીના પરબિયાઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે પક્ષીઓ માટે પાણીના પરબિયાં પણ અહીં રાહત ભાવે વિતરણ કરવામાં આવશે. સંસ્થા દ્વારા દર મહિનાના બીજા રવિવારે આ પ્રકારની ખેડૂત હાટનું આયોજન કરવામાં આવે છે.નવરંગ નેચરલ ક્લબના પ્રમુખ વી.ડી. બાલા અને મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ લોકોને આ હાટનો લાભ લેવા અને પર્યાવરણના જતન માટે ઘરેથી કાપડની થેલી લઈને આવવા અપીલ કરી છે.વધુ માહિતી માટે સંપર્ક:વી.ડી. બાલા - 9427563898લવજીભાઈ પ્રજાપતિ - 9925369465#MorbiUpdate #NavrangNaturalClub #KhedutHaat #OrganicProducts #Ayurveda #EnvironmentFriendly #MorbiEvents #NaturalLiving #PureOil