મોરબી: મોરબીના નવરંગ નેચરલ ક્લબ દ્વારા આગામી રવિવાર, તા. 12/10/2025 ના રોજ મોરબી-શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે સવારે 8 થી 1 વાગ્યા દરમિયાન 'ખેડૂત હાટ'નું આયોજન કરવામાં આવ્યું છે.આ હાટમાં ગ્રાહકોને રાહત ભાવે વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ થશે. જેમાં દરેક જાતના ફૂલ-છોડના કલમી રોપા અને તુલસીના રોપા, હાથેથી ખાંડેલા દેશી ઔષધિયા જેમ કે હરડે, બહેડા, આમળા, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ પાવડર-ચૂર્ણ, અને શુદ્ધ ચોખ્ખું મધ આ ઉપરાંત લાકડાની ઘાણીમાંથી પીલેલું મગફળીનું તેલ અને કાળા-સફેદ તલનું તેલ મળી રહેશે. આ સાથે હાથેથી બનાવેલ માટીના તાવડી-પાટિયા અને નોનસ્ટિક તાવડી, કપ, રકાબી, બરણી, ગ્લાસ તેમજ દિવાળી માટે દીવેલીયા, ધૂપ, અગરબત્તી, ગુગળ, કપૂર, અને હવન સામગ્રી પણ અહીંયાથી મળશે. તેમજ સંસ્થા દ્વારા ગ્રાહકોને કાપડની થેલી લઈને આવવા અપીલ કરવામાં આવી છે. નવરંગ નેચરલ ક્લબ દ્વારા દર મહિનાના બીજા રવિવારે આ પ્રકારે ખેડૂત હાટ ભરવામાં આવે છે. વધુ માહિતી માટે પ્રમુખ વી. ડી. બાલાસર (ફોરેસ્ટ ઓફિસર) (9427563898) અથવા લવજીભાઈ પ્રજાપતિ (9925369465) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.