હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલ ભરતસિંહ પરમારની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ નર્મદા જિલ્લાના વતની રાજુભાઇ સીતારામભાઈ નાયકા ઉ.27 નામના યુવાનની પત્ની પિયર જતી રહી હોય જેથી પોતે પણ સાસરિયામા રહી મજુરી કામ કરતો હોય પત્ની સાથે અવાર નવાર નાની નાની બાબતે ઝઘડા થતા હોવાથી કંટાળી જઈ ગઈકાલે ખડ મારવાની દવા પી લેતા ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.