અપૂરતા વરસાદને કારણે કપાસ નબળો રહેતા ખેત મજૂરે ગળાફાંસો ખાઈ લીધોમોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ વિલંબથી આવવાની સાથે વરસાદ ઓછો થયો છે ત્યારે મોરબી તાલુકાના જેતપર ગામે ભાગમાં ખેતી કરતા દાહોદના ખેત શ્રમિકે કપાસનો પાક નબળો હોવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને ખેતીની જમીન ધરાવતા જયેશભાઇ અમરશીભાઈ અઘારાની વાડી ભાગમાં વાવવા રાખનાર મૂળ દાહોદ જિલ્લાના વતની નયનભાઈ માનસિંગભાઈ મોહનીયાએ આ વર્ષે વાડીમાં કપાસ વવ્યો હોય પણ નબળા ચોમાસાને કારણે કપાસનો પાક નબળો રહેતા પાકની ચિંતામાં નયનભાઈએ વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.