હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ નવઘણભાઈ શિરોયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વાલસિંગ સુમાભાઈ ભીલ ઉ.20 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.