મોરબી : મોરબી તાલુકાનાં ઘુંટુ ગામે રહેતા કનુભાઈ જગાભાઈ ઉડેશા ઉ.52 નામના આધેડ ખેડૂતે કોઈ અગમ્ય કારણોસર ગત તા.16ના રોજ બપોરના સમયે પોતાની ઘુંટુ ગામની સિક્કા આવેલ વાડીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.