12 વર્ષથી મોઢાના કેન્સરથી પીડાતા ખેડૂતે ભર્યું અંતિમ પગલુંહળવદ : હળવદના રણજીતગઢ ગામે ખેતરમાં કડબ સળગાવી તેમાં ઝંપલાવી એક ખેડૂતે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રણજીતગઢ ગામના છોટાલાલ નારાયણભાઈ હડિયલ ઉ.વ.53 નામના ખેડૂતને છેલ્લા 12 વર્ષથી મોઢાનું કેન્સર હતું. તેઓએ ગામના પાદરમાં આવેલી રમેશભાઈ ઠાકરશીભાઈ ચાવડાની વાડીએ આજે બપોરે કડબ સળગાવી તેમાં કૂદી જઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ આ મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.