ગુજરાત સત્યાગ્રહ છાવણી કમિટી દ્વારા સોમવારે રાત્રે સભા યોજાશે: મોરબી જિલ્લાના તમામ સરપંચોને ખાસ ઉપસ્થિત રહેવા આહ્વાનમોરબી અપડેટ : ગુજરાત સત્યાગ્રહ છાવણી કમિટી દ્વારા ખેડૂતોના હક અને અધિકારો માટે અવાજ ઉઠાવવા તેમજ ખેડૂતોમાં સંગઠન મજબૂત કરવાના હેતુથી મોરબીના બગથળા ગામે 'ખેડૂત જાગૃતિ અને એકતા મિટિંગ'નું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ 24/08/2026 ને સોમવારના રોજ રાત્રે 8:30 કલાકે બગથળા ગામમાં બસ સ્ટેશનની બાજુમાં આ વિશેષ મિટિંગ યોજાશે. આ મિટિંગમાં ગુજરાતના તમામ ખેડૂત ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેડૂત એકતાને વધુ મજબૂત બનાવવા માટે વિનંતી કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નો અને સંગઠનની મજબૂતી માટે યોજાઈ રહેલી આ મહત્વપૂર્ણ મિટિંગમાં મોરબી જિલ્લાના દરેક ગામના સરપંચોને પણ ખાસ પધારવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Bagathala #KhedutEkta #GujaratSatyagrahChhavni #FarmersMeeting #JaiJawanJaiKisan #KisanEkta #GujaratKhedut #KhedutJagruti