મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યામોરબી અપડેટ: હળવદ તાલુકાના જુના દેવળિયા ગામ ખાતે આજ રોજ તારીખ 23/08/2026 ના રોજ સાંજે 4.00 વાગ્યે ખેડૂત જાગૃતિ અને એકતા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં ખાનગી કંપની દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજ પોલના મુદ્દે ખેડૂતોએ એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.આ બેઠકમાં ગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખાનગી કંપનીની કામગીરી અને ખેતરોમાં ઉભા કરવામાં આવતા વીજ પોલના કારણે ખેતીના પાકને અને જમીનને થતા નુકસાન અંગે ઉપસ્થિત ખેડૂતો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મીટીંગના અંતે તમામ ખેડૂતોએ એકજૂથ થઈને કંપનીની મનમાની સામે અવાજ ઉઠાવવાનો નિર્ધાર કર્યો હતો.#MorbiUpdate #Halvad #JunaDevaliya #FarmersMeeting #FarmerUnity #ElectricPoleIssue #GujaratFarmers #KhedutEkta