તલાવડીમાં અકસ્માતે ડૂબી જવાથી યુવાનનું મોત થયાનું પ્રાથમિક તારણ મોરબી : મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખેત શ્રમિકનું કંડલા બાયપાસ ઉપર આવેલ તલાવડીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. તલાવડીમાં અકસ્માતે ડૂબી જવાથી યુવાનનું મોત થયાનું પ્રાથમિક તારણ દર્શાવી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ.ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર જવાના રસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પાછળ આવેલી પાણી ભરેલી તલાવડીમાં મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખેત શ્રમિક અને મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નવાનાગરપુરના વતની સુનિલભાઈ દલપતભાઈ ભરથરીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આજે આ યુવાનની લાશ તલાવડીમાં તરતી મળી આવતા તાલુકા પોલીસ સ્ટાફે દોડી જઇ ફાયર બ્રિગ્રેડ વિભાગની મદદથી મૃતદેહને તલાવડીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ જણાવ્યું હતું કે, યુવાનનું અકસ્માતે તલાવડીમાં પડી ગયા બાદ ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાના પ્રાથમિક અણસારો વચ્ચે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..