હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા પુત્રને મળવા આવેલ ખેત શ્રમિક ચાલીને જતા હતા ત્યારે વોકળામા પસાર થતી વેળાએ અચાનક પગ લપસી જતા વૃદ્ધ ખેતશ્રમિક નીચે પટકાઈ જતા માથાના ભાગે પથ્થર વાગી જતા ગંભીર ઇજાથી મૃત્યુ નીપજ્યું હતું.બબાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની શંકરભાઇ ગુલજીયાભાઈ ધાણેક ઉ.60 ગત તા.29ના રોજ હળવદ તાલુકાના કવાડિયા ગામે ખેતમજૂરી કરતા તેમના પુત્ર સુલતાનભાઈ શંકરભાઇ ધાણેકને ત્યાં આવ્યા હતા.આ સમયે તેઓ પગપાળા જતા હતા ત્યારે વોકળામાં પગ લપસી જતા નીચે પટકાતા માથાના ભાગે પથ્થર વાગવાથી ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.