મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં બાવનજીભાઈ કુંડારીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા ઘીયાબેન નૂરજીભાઈ રાઠવા ઉ.50 નામના ખેત શ્રમિક મહિલા ગત તા.21ના રોજ સાંજના સમયે વાડીની બાજુમાં આવેલ ખેત તલાવડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.મૃતક ઘીયાબેનના 30 વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું તેમજ ત્રણ સંતાનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.