ટંકારા : ટંકારાના મિતાણા - નેકનામ રોડ ઉપર અજાણ્યા બોલેરો પિકઅપ ચાલકે કરિયાણું લેવા જઈ રહેલા મૂળ દાહોદ જિલ્લાના વતની ખેતમજૂર સુરપાલભાઈ ભાવસિંગભાઈ નાયક નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની ઇલાબેન સુરપાલભાઈ નાયકે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.