ટંકારા : ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે સ્થાનિક પોલીસે બાતમીને આધારે ભૂરાભાઈ ભરવાડની વાડીમાં દરોડો પાડી મૂળ મધ્યપ્રદેશના વતની આરોપી રેલસિંગ ઉર્ફે મુકેશ સેકુભાઇ સિંગાડ ઉ.38 નામના ખેતમજૂરને વિદેશી દારૂની 13 બોટલ કિંમત રૂપિયા 3900 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.5000 મળી કુલ રૂપિયા 8900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.