સોમવારથી મોરબીમાં મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીને આંબશે : હવામાન વિભાગની આગાહી મોરબી : હાલમાં મોરબીમાં ઠંડીનું જોર ધીમે-ધીમે ઘટી રહ્યું છે ત્યારે સોમવારથી આકરા તાપની શરૂઆત થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવતા અઠવાડીયે ગરમીનો પારો ૩૫ થી ૩૭ ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે સાથે સાથે પવનનું જોર પણ વધશે. હાલમાં મહત્તમ અને ન્યુનતમ બંને તાપમાન નોર્મલથી ઉંચા જોવા મળી રહ્યા છે. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન દરેક સેન્ટરમાં ૩૧ થી ૩૨ ડિગ્રી આસપાસ જોવા મળે છે. જયારે ન્યુનતમ તાપમાન ૧૪ થી ૧૫ ડિગ્રી નજીક જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લા માટે આગામી 24 ફેબ્રુઆરી સુધીના તાપમાનની આગાહી કરવામાં આવી છે જેમાં સોમવારથી મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને આંબશે તેમ જણાવાયું છે.આ દિવસો દરમિયાન લઘુતમ તાપમાન 19થી 20 ડિગ્રી વચ્ચે રહેશે અને 12થી 17 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે પવન ફુંકાશે.