સંત કિરણદાસે નેન્સી માદા શ્વાનને માનવબાળની જેમ ઉછેરી, નેન્સીએ વફાદાર પ્રાણી તરીકે છેલ્લા શ્વાસ સુધી માતાજીનો પડછાયો બની જીવન વીતાવ્યું મોરબી : કબીર કિરણ ધામમાં નેન્સી નામની માદા શ્વાનને ભીની આંખે સ્વજનની જેમ અંતિમ વિદાય અપાઇ હતી. પીપળી (મોરબી) સ્થિત કબીર કિરણ ધામ જે છેલ્લા ઘણા વર્ષોથી સંત કિરનદાસ દ્વારા નિર્માણધિન પામેલ સંકુલમાં ભજન, સત્સંગ, વૃક્ષરોપાણ, પંખીઓ માટે ચણ, પગપાળા યાત્રા માટે અનક્ષેત્ર, દર પૂનમના બટુક ભોજન તેમજ સંતવાણી, સામાજીક ક્ષેત્રે લોકોમાંથી અંધશ્રધ્ધા દૂર કરવી, વ્યસનમુક્તિ, આધ્યાત્મિક જ્ઞાનની પરબ સમાન વિવિધ કાર્યો અહી થઈ રહયા છે.જેનો મોરબી તેમજ આજુબાજુના ગામો તથા છેક કચ્છ (વાગડ) માંથી મુમુક્ષજનો અહી લાભ લેતા હોય છે. જીવદયા માટે ખૂબ જ મમત્વ ધરાવતા તેમજ માયાળુ સ્વભાવ ધરાવતા સંત કિરનદાસ પાસે આઠ વર્ષ પહેલાં 'નેન્સી' નામનું પામોરિયન જાતિનું માદા શ્વાન દોઢ માસની ઉંમરે આવેલ. તેણીને સંત કીરનદાસજીએ એક માનવબાળ હોય તેવા લાલન-પાલનથી ઉછેરી અને પ્રશિક્ષણ આપી ખૂબ જ ઉચ્ચ લક્ષણ ધરાવતા શ્વાન તરીકે પાળીને ઉમદા ઉદાહરણ પૂરું પાળેલ છે. આ નેન્સી નામના શ્વાને સંપૂર્ણ સંકુલનું જાગતો પ્રહરી/ ચોકીદાર અને એક વફાદાર પ્રાણી તરીકે છેલા શ્વાસ સુધી માતાજીનો પડછાયો બનીને જીવન જીવી વિતાવ્યું ત્યારે આજરોજ નેન્સીએ નશ્વર દેહ છોડી વિદાય લીધી ત્યારે કબીર કિરન ધામના સંત કિરનદાસ, સંચાલક વસંતભાઈ મહેશ્વરી તથા કબીર કિરનધામ પરિવારના સેવકોએ બપોરના ૩ વાગ્યે માનવની અંતિમ ક્રિયા થાય તે રીતે પુરા માનસન્માનથી શ્મશાન યાત્રા યોજી સમાધિ આપી હતી. આ નેન્સી શ્વાન છેલા ૪/૫ દિવસથી બિમાર હોય તેની સારવાર માટે ૧૯૬૨ હેલ્પલાઇન દ્વારા પ્રાથમિક સારવાર અપાઈ હતી તથા મોરબી સ્થિત અબોલ જીવ માટેની સેવાભાવી સંસ્થા કર્તવ્ય જીવદયા દ્વારા ઉમદા નોંધપાત્ર સારવાર આપેલ. જે જીવદયા માટે પ્રશંસાને પાત્ર છે. તા.૧૫/૦૫/૨૦૨૨ના રોજ તેણીની શ્રધાંજલિ અર્થે સંતવાણી તેમજ વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.