મોરબી : સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મોરબીની સેન્ટર પોઈન્ટ નિર્મલ વિદ્યાલય ખાતે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.મોરબી સેન્ટર પોઈન્ટ નિર્મલ વિદ્યાલય ખાતે વિદ્યાલયના સેમિનાર હોલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા ધોરણ 12 પછી કારકિર્દી અને બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જાણીતી જે.કે. શાહ સીએ ઈન્સ્ટિટ્યૂટના મૌલિક ટોલીયા દ્વારા ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા વતી સંચાલક અમુભાઈ પટેલ, રમણીકભાઈ બરાસરા, ગિરીશભાઈ કલોલા, કૌશિકભાઈ દેસાઈ વગેરેએ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને જીવનલક્ષી માર્ગદર્શન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય, HOD તેમજ સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ મેડલ આપી શુભઆશિષ સહ વિદાય આપી હતી.આ સમારંભમાં મોરબી સીએ એસોસિએશનના પ્રમુખ તેમજ ઓલ ઇંડિયા પબ્લિક રિલેશન કમિટી- ICAIના મેમ્બર અને મોરબી ભાજપ સીએ સેલના કન્વીનર વિજયભાઈ સીતાપરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ખાસ જાહેરાત કરતા કહ્યું હતું કે, ઉદ્યોગનગરી મોરબીમાં CA વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા 30 લાખના ખર્ચે નવી લાયબ્રેરીની મંજૂર થયેલ છે. તેમજ મોરબીને CA ની પરીક્ષા માટેનું સેન્ટર પણ મળેલ છે. આ પ્રસંગે શાળા દ્વારા વિજયભાઈ સીતાપરાનું સન્માન કરવામાં આવ્યું હતું.