મોરબી : સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્યની વય મર્યાદા પૂર્ણ થતા તેઓનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.શાળાના આચાર્યને શ્રીફળ,પડો,ફૂલહાર,સાલ અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરો હાજર રહ્યા હતા, સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ એસ.હાજીયાણી તા.31/01/2022ના રોજ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન સમારંભ તા.18/02/2022ના રોજ સાર્વજનિક પ્રાથમિક શાળામાં યોજાઈ ગયો.આ સમારંભમાં સાર્વજનિક પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી,કાઉન્સિલર ભાનુબેન નગવાડિયા,CRC Co.સંદીપભાઈ આદ્રોજા ભૂતપૂર્વ CRC Co.બાબુલાલ દેલવાડિયા,પેટા શાળાના આચાર્યો અને શિક્ષકો,અશોકભાઈ હજીયાણીના સ્નેહીજનો તથા મિત્રો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાબ્દિક સ્વાગત મનીષભાઈ યાજ્ઞિકે કર્યું હતું.શાળા પરિવાર,મહેમાનો,CRC Co.આચાર્યો,શિક્ષકો,સ્નેહીજનો,મિત્રો,વિદ્યાર્થીઓ દ્વારા અશોકભાઈનું શ્રીફળ,પડો,ફૂલહાર,સાલ અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.મહેમાનો અને અશોકભાઈએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા. આભારવિધિ કામિનીબેન દવેએ કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા સાર્વજનિક પ્રાથમિક શાળાના આ.શિ.મનીષભાઈ યાજ્ઞિક અને કામિનીબેન દવેએ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોલીસ લાઇન કુમાર શાળાના આ.શિ. વિરેનભાઈ સદાતિયાએ કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..