ટંકારા : ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં 25 વર્ષની નોકરી કરીને આદર્શ, કર્મનિષ્ઠ શિક્ષિકા મધુબેન પટેલનો વિદાય સમારંભ 14 ઓક્ટોબરના રોજ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રમેશભાઈ માકાસણા (એમ.ડી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબી), ગોપાલભાઈ રતનપરા (કેમ્પસ ડાયરેક્ટર), રતનબેન રતનપરા (ટ્રસ્ટી), દિપાલીબેન અને ઉદયભાઈ આદેસરાએ ઉપસ્થિત રહી પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા. મધુબેન પટેલ તરફથી ઓરપેટ કન્યા વિદ્યાલયની તમામ દીકરીઓ, સ્ટાફ તેમજ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી પ્રિન્સીપાલ અસ્મિતાબેન ગામી, શાળાના શિક્ષક કાનાણી, સંગીતાબેન પટેલ તેમજ સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. શાળાની દીકરીઓએ રંગોળી, શાળા સુશોભન, વિદાય ગીત અને પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા.