માળિયા (મિયાણા) : આજ રોજ જાજાસર પ્રાથમિક શાળા મધ્યે પ્રાથમિક શિક્ષણ ધોરણ 8 પૂર્ણ કરીને જઈ રહેલા 10 વિદ્યાર્થીને શાળા પરિવાર વતી વિદાય આપવામાં આવી હતી.જાજાસર પ્રાથમિક શાળામાં યોજાયેલા વિદાય સમારંભ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ 7માં અભ્યાસ કરતી બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળામાં ભણી ગયેલા વિદ્યાર્થી નાટડા પાયલબેન, ગોગરા ખુશીબેને પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. સાથે સાથે શાળા માટે કાયમ યાદ રહે તે માટે ધોરણ 8 ના વિદ્યાર્થી દ્વારા સરસ્વતી માતાજીનું સુંદર પ્રતીક ભેટ આપવામાં આવી હતી અને શાળા પરિવાર વતી પણ શાળાને તમામ કાર્યમાં સહભાગી બની રહેલા બાળકોને વોટર જગ શાળા પરિવાર તરફ થી આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા તમામ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ગામનું અને પરિવારનું નામ રોશન કરીને આગળ વધે તેવું શુભકામના પાઠવી હતી. શાળાના શિક્ષકગણ દિનેશભાઈ કાનગડ, રાજેશભાઈ રાઠોડ, ભરતભાઈ ચાવડા, તુષારભાઈ ફેફર દ્વારા તમામ બાળકોના કાર્યને બિરદાવ્યું હતું. તેમજ સંતરામભાઈ કાપડી દ્વારા તમામ બાળકોને રસ-પૂરી જમાડીને આજના આ કાર્યકમ પૂર્ણ કર્યો હતો.