હળવદ : આજરોજ હળવદ તાલુકામાં આઈસીએસ વિભાગમાં આંકડા મદદનીશ તરીકે ફરજ બજાવતા અમૃતલાલ મગનભાઈ સંઘાણીનો નિવૃત્તિ વિદાય સમારંભ આઇસીડીએસ વિભાગ દ્વારા યોજાયો હતો.આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આઈસીએસ વિભાગની જિલ્લા કચેરીનો તમામ સ્ટાફ, આઇસીડીએસ વિભાગ હળવદના મમતાબેન એમ. રાવલ, તમામ સુપરવાઇઝર, તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ અને હળવદ તાલુકામાં ચાલતા આંગણવાડીની તમામ વર્કર બહેનો તેમજ તાલુકા ખેતીવાડીનો તમામ સ્ટાફએ અમૃતલાલ સંઘાણીના વિદાય સમારંભમાં હાજરી આપી હતી અને અમૃતલાલ સંઘાણીની કામગીરીને બિરદાવી હતી.