મોરબી : મોરબી શહેર વિસ્તારની કલ્યાણ (વજેપર) પ્રાથમિક શાળાના શિક્ષિકા શારદાબેન છગનભાઈ કાલરીયા તા.31/08/2023 ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા શાળા પરિવાર દ્વારા તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. શાળાના મુખ્ય શિક્ષિક તેમજ તમામ શાળા સ્ટાફ અને વિદ્યાર્થી પરિવાર દ્વારા તેમના શૈક્ષણિક કાર્યફલકને બિરદાવી શિક્ષિકા બહેન શારદાબેન કાલરીયાને વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું હતું. શ્રીફળ, પડો, શાલ અને સન્માનપત્ર અર્પિત કરી શાળા પરિવાર દ્વારા વિદાય શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બહેન દ્વારા પોતાની શૈક્ષણિક સફર અંતર્ગતના અનુભવો રજુ કરવામાં આવ્યા હતા. બહેન તરફથી તેમના વિદાયમાન સન્માન પ્રસંગે શાળાના બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.