વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયામોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલી રવાપર તાલુકા શાળામાં આજે ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના વર્ષ દરમિયાનના પ્રવેશોત્સવથી માંડીને વિશ્વ યોગ દિવસ, વેસ્ટમાંથી બેસ્ટ, માટીકામ, ઉત્સવ ઉજવણીઓ, સામાજિક વિજ્ઞાન મેળો તથા ચિત્રકામ જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને અભ્યાસના વિવિધ વિષયોનું જ્ઞાન મેળવી વિદ્યાર્થીઓ આજે શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. મીતેષ, ક્રિષ્ના અને શૈલેષ અભ્યાસમાં તો પરમ તેમજ દર્શિત ચિત્રકામમાં, સંજના રાધિકા પેન્ટિંગમાં અને હિયા ગાયન કલામાં વિશેષ રુચિ ધરાવે છે. વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓએ 'દોસ્તીના સોગંદ' ગીત ગાઈને કાર્યક્રમની મોજ માણી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી. તેમજ વર્ષ દરમિયાન વિવિધ એક્ટિવિટીમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.#Morbi #SchoolEvents #FarewellCeremony #RavaparTalukaShala #Education #StudentFarewell #MorbiNews