મોરબી: મોરબીના કાલીકાનગર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય કેતનભાઇ પ્રજાપતિ અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્વ સમજાવી ભવિષ્યના ઘડતર માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 8 સુધીના 8 વર્ષના સ્મરણો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. ભાવુક ક્ષણો વચ્ચે વિદ્યાર્થીઓએ વેકેશન દરમિયાન શાળાની જાળવણી અને વૃક્ષોના જતન માટેના સંકલ્પ લીધા હતા. વિદાય સમારંભના અંતે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સહભોજન કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #Education #Farewell #KalikanagarSchool #StudentLife