વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 24 વર્ષથી શિક્ષક તરીકે સેવા આપનાર આચાર્ય મહેબૂબભાઈ માથકિયાની બદલી થતાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષક હાજીભાઈ બાદી તથા અહેમદભાઈ બાદી અને પૂર્વ એસ.એમ.સી.અધ્યક્ષ ઇરફાનભાઈ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યઅધ્યક્ષ અને આચાર્ય દેવરાજભાઈ આલ, મદદનીશ શિક્ષક સેફુદીનભાઈ સિપાઇ, જયેશભાઈ ચમાર, નેહાબેન જાની, રિકલબેન ધેટિયા, સુલતાનાબેન સિપાઈ, મિનાજબેન વડાવીયાએ ખુબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો તથા એસએમસીના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ ખાસ ઉપસ્થિત રહી હતી. બાળકો અને શિક્ષકોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તકે સમગ્ર શાળા પરિવારે ભારે હૃદયે વિદાય આપી મહેબૂબભાઈ માથકિયા સફળતાના શિખરો શર કરે તેવી શુભકામના આપી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના તમામ બાળકો અને શાળા પરિવારે સાથે સમૂહ ભોજન લીધું હતું.