મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે શુક્રવારે મહિલા ગ્રીવન્સ સેલના ઉપક્રમે બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા સેમેસ્ટર ૬ ની સિનિયર વિદ્યાર્થીનીઓ માટે એક સુંદર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં કેક કટીંગ સેરેમની યોજીને સિનિયર વિદ્યાર્થીનીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાડેજા હેત્વીબા, સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ, જોષી અંજલી, વીરડા આરતી, બાલાસરા બંસી, રિદ્ધિ, પરમાર સંજના અને ધામેચા સોનલ જેવી સેમેસ્ટર ૬ ની વિદ્યાર્થીનીઓએ કોલેજ કાળના પોતાના ત્રણ વર્ષના સ્મરણો અને અનુભવો સંવેદનશીલ હ્રદયે વ્યક્ત કર્યા હતા.આ ઉપરાંત કોલેજના અધ્યાપકો જે. એમ. કાથડ, કે. આર. દંગી, કવિતાબા ઝાલા, નાજાભાઈ કોડીયાતર અને રેખાબેન કચોરીયાએ પણ વર્ગખંડમાં વિદ્યાર્થીનીઓ સાથે વિતાવેલા સમયના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને તમામ વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીની અંસારી નૂરજહાંએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને અલ્પાહાર લીધો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #UNMehtaArtsCollege #FarewellFunction #MorbiCollegeNews