મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે આજરોજ તા. 1-8-2025ના રોજ ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રા. કે. આર. દંગીનો પ્રિન્સિપાલ તરીકે વિદાય સમારોહ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઇન્ચાર્જ આચાર્ય ડૉ. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન ડૉ. નાજાભાઈ કોડીયાતરે સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડૉ. અતુલ ધ્રુવ તેમજ ડૉ. રાજપૂતે, દંગીસાહેબ સાથેના પોતાના બૃહદ અનુભવો વ્યક્ત કર્યા હતા. ખાસ કરીને તેમણે સહ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને જે સહકાર અને પોતાની વિવિધલક્ષી કુશળતાનો લાભ આપ્યો તેનો ઉલ્લેખ કર્યો હતો. ડો. રામભાઈ વારોતરીયાએ 27 વર્ષ સુધી તેમની સાથે કામ કર્યાના પોતાના સુસંબંધો યાદ કરી દરેક પ્રિન્સિપાલ માટે પ્રા. કે. આર. દંગી હંમેશા સહાયક અને સંકટમોચન રહ્યાનો ઉલ્લેખ કરેલ. પ્રા દંગી 2032 સુધી આ કોલેજમાં ફરજ બતાવવાના છે ત્યારે હજુ કોલેજે તેમનો ઘણો લાભ લેવાનો બાકી પણ છે તેવો ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને તેમણે સાડા ત્રણ વર્ષ દરમિયાન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેની તેમની નિસ્વાર્થ સેવાઓને બિરદાવી હતી. આ સાથે જ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરનો ચાર્જ સંભાળતા ડો. રામભાઈ વારોતરીયાએ તેનો ચાર્જ ડો. અતુલભાઇ ધ્રુવને સોંપ્યો હતો. તેમણે નવા પ્રોગ્રામ ઓફિસરને આવકારેલ તથા આ પ્રવૃત્તિને વધુ ઊંચાઈ પર લઈ જવા શુભકામનાઓ પાઠવી હતી. એન.એસ.એસ.ના સ્વયંસેવકો તેમજ કોલેજના વિદ્યાર્થીભાઈ બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ પ્રા. જે. એમ. કાથડે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું. સમગ્ર સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.