મોરબી : મોરબી જેટકો પ્રવહન વિભાગીય કચેરીમાં છેલ્લા 25 વર્ષથી કામદાર તરીકે ફરજ બજાવતા બીબીબેન એ. ખુરેશી 30 એપ્રિલના રોજ નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ યજાયો હતો.વિદાય સમારંભ કાર્યપાલક ઈજનેર એ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં એજીવીકેએસ યુનિયનના હોદ્દેદારો ભગદેવભાઈ, ગોસાઈ ભાઈ, જોષીભાઈ, અઘારાભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમાં સ્વાગત પ્રવચન એચ.જી. જોષીએ કર્યું હતું. પ્રાસંગિક પ્રવચન ડી.એમ. ઝાલા દ્વારા કરાયું હતું અને બીબીબેનની 25 વર્ષની સેવાને સૌએ બિરદાવી હતી. તેમનું નિવૃત્તિ જીવન સુખ, સમૃદ્ધિમય અને આરોગ્યમય રહે તેવી વિભાગીય કચેરી વતી પટેલ સાહેબે શુભેચ્છા પાઠવી હતી. તેમજ જેટકો કપંની તરફથી શાલ, પ્રમાણપત્ર, ચાંદીના સિક્કો અર્પણ કરાયો હતો. એજીવીકેએસ યુનિયન શિસ્ત સેવા સગંઠન સભ્ય તરીકે શિલ્ડ એનાયત કરાયો હતો. રાજકોટ મંડળી તરફથી નિતાબા ઝાલાએ શાલ ઓઢાડી બીબીબેનનું સન્માન કર્યું હતું. સ્ટાફ દ્વારા મોરબીની ઐતિહાસિક મોમેન્ટો ટાવર ઘડિયાળ અર્પણ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન કે.આઇ. ગોસાઈએ કર્યું હતું. તેમજ ડીવીઝન સ્ટાફ દ્વારા સ્વરુચિ ભોજન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આભાર દર્શન હંસાબેન પંડ્યાએ કર્યું હતું.