મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગમાં PHN તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ આજરોજ વય નિવૃત થતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને ભાવભરી વિદાય આપવા આવી હતી. ભાવનાબેન પટેલ નિવૃત્તિનાં સમયમાં પ્રકૃતિનો ખુબ ખુબ પ્રેમ પ્રાપ્ત કરો, સંસ્કૃતિનું સિંચન અને લીલી વનરાયું જીવનમાં સતત હરિયાળી પ્રાપ્ત કરાવે અને આકાશમાં ટગમગતા તારાઓ નિવૃત જીવનમાં ખુબ જ રોશની ફેલાવે અંતરિયામી અંગોનું આરોગ્ય પ્રદાન કરે તેમજ પ્રભુનો પ્રેમ સતત પ્રાપ્ત થાય તેવી અભિલાષા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ પરિવાર દ્વારા વ્યક્ત કરાઈ હતી.