મોરબી : મોરબી જિલ્લામાં રાજદીપસિંહ રાણાએ છેલ્લા 8 વર્ષથી ASI તરીકે ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી PSI તરીકે પ્રમોશન મેળવ્યું છે. આ સાથે તેઓની અમદાવાદ બદલી થતા તેમનો વિદાય સમારંભ એ ડિવિઝન ખાતે યોજાયો હતો. જેમાં ડીવાયએસપી પી.એ. ઝાલા,એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલ સહિતના પોલીસ સ્ટાફે તેમને શુભકામનાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે રાજદિપસિંહ રાણાનું 2017માં ડાયરેક્ટ એએસઆઈ તરીકે મોરબી જિલ્લામાં પોસ્ટીંગ થયું હતું. 8 વર્ષ તેઓએ મોરબીમાં ફરજ બજાવી છે. તેઓએ છેલ્લા 2 વર્ષમાં 70થી વધુ ચોરી ડિટેકટ કરી ઇનામો મેળવ્યા છે. આ સાથે ચર્ચાસ્પદ મર્ડર કેસ પણ ડિટેકટ કર્યા છે. તેઓની કામગીરીને પોલીસ અધિકારીઓએ બિરદાવી ભવિષ્યમાં પણ આવી જ શ્રેષ્ઠ કામગીરી કરી ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી છે.