મોરબી : તાં 23-2-2025ને રવિવારના રોજ સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેન્ટર પોઇન્ટ વિદ્યાલય - મોરબીના ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે નિર્મલ વિદ્યાલયના હોલમાં વિદાય સમારંભ તથા કારર્કિદી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દર્શન કોલેજ, રાજકોટના પ્રોફેસર ડૉ. દિપેનભાઇ રાવલ અને પ્રો.હર્ષભાઇ દવે દ્વારા ભવિષ્યની ઉજ્જવલ કારર્કિદી માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત ટ્રસ્ટી, આચાર્ય તથા શિક્ષકો દ્વારા શુભઆશિષ અને પરિક્ષા માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનું સંચાલન ધો.12ની વિદ્યાર્થીનીઓ દ્વારા ખુબજ સરસ રીતે કરવામાં આવ્યું હતું.