અત્યાર સુધીમાં મોરબીના 1000થી વધુ પરિવારોને અપાઈ છે સંતોષકારક સર્વિસ આ વર્ષના એક્ઝિબિશનમાં જવેલરીનું નવીનતમ કલેક્શન સૌના મન મોહી લેશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અમદાવાદનું પ્રખ્યાત પંચરત્ન જવેલર્સ આવતીકાલે શુક્રવારથી બે દિવસમાં મોરબી ખાતે આવ્યું છે. આ જવેલર્સ દ્વારા મોરબીમાં બે દિવસના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌના મન મોહી લ્યે તેવી જવેલરીનું નવીનતમ કલેક્શન હશે. તો આ એક્ઝિબિશનમાં જરૂર પધારો. મોરબીમાં શનાળા રોડ પર સરદારબાગ સામે આવેલ હરભોલે બેન્કવેટ હોલ ખાતે અમદાવાદના પ્રખ્યાત પંચરત્ન જવેલર્સ દ્વારા તા.18 અને 19 જુનના રોજ ભવ્ય એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. જેનો સમય સવારે 10:30થી સાંજે 6:30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ એક્ઝિબિશનમાં રજવાડી ગોલ્ડ કલેક્શન, બ્રાઈડલ વેર, રિયલ પોલકીની જવેલરી, રિયલ ડાયમંડના ડેઇલી વેર સહિતનું કલેક્શન હશે. પંચરત્ન જવેલર્સ અમદાવાદના સીજી રોડ ખાતે સ્થિત છે. જે છેલ્લા 56 વર્ષથી કાર્યરત રહી ગ્રાહકોનો વિશ્વાસ કેળવવામાં સફળ રહ્યું છે. આ જવેલર્સ દ્વારા મોરબી ઉપરાંત દેશભરના મુખ્ય શહેરોમાં એક્ઝિબિશનો યોજવામાં આવે છે. મોરબીમાં આ જવેલર્સ સાથે 1000થી વધુ ગ્રાહક પરિવારો જોડાયેલા છે. અહીંથી જવેલરીની ખરીદી કર્યા બાદ લાઈફટાઈમ ગ્રાહક ઘેરબેઠા સર્વિસ મેળવી શકે છે. પંચરત્ન જવેલર્સનું આવતીકાલથી શરૂ થનાર એક્ઝિબિશન અતિ ભવ્ય હોય મોરબીવાસીઓને પ્રખ્યાત જવેલર્સની જવેલરી ઘરઆંગણે ખરીદવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. તો એક વખત આ એક્ઝિબિશનની મુલાકાત અચૂકપણે લ્યો. વધુ વિગત માટે મો.નં. 90990 21103 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.