માળિયા (મિયાણા) : નમાળિયા (મિયાણા)ના ભવાઈના દિગ્ગજ કલાકાર ભરતભાઈ અગોલા (વ્યાસ)નું અવસાન થયું છે. સરવડનો સરતાજ, ભવાઈનો સિતારો ગણાતા ભરતભાઈ અગોલાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુજરાત ગૌરવ પુરસ્કૃત હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળના છેલ્લા કલાકાર એવા ભરતભાઈ અગોલાનું અવસાન થતા મૈયારી અને શીશા નૃત્યનો ઉત્કૃષ્ટ અભિનય સદાને માટે ઝાંખો પડી ગયો છે. તેમનું બેસણું નું તારીખ 28-7-2025 ને સોમવારના રોજ માળિયાના નાનાભેલા ગામે રાખવામાં આવ્યું છે.