વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામે દશેરાના દિવસે તાવા પ્રસાદના આયોજનમાં કૌટુંબિક સભ્યો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેરના લુણસર ગામે દશેરાના દિવસે ભરતભાઇ જીવાભાઇ ચાવડા તથા તેમના કુટુંબ પરિવાર દ્વારા તાવા પ્રસાદ યોજાયો હોય તાવાના ચૂલા ખસેડવા બાબતે આરોપી (૧)અશ્વીન કાંતીભાઇ ચાવડા (૨) કાંતીભાઇ લક્ષ્મણભાઇ ચાવડા (૩) ચંદ્રીકાબેન અશ્વીનભાઇ ચાવડા રહે ત્રણેય લુણસર તેમજ કુણાલ મુકેશભાઇ પરમાર રહે. મોરબી ઇન્દીરાનગર વાળાને બોલાચાલી થઈ હોય તેનો ખાર રાખી ચારેય આરોપીઓએ એક સંપ કરી પાઇપ અને લાકડી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..