વાંકાનેરના ગુંદાખડા તથા સમઢીયાળા ગામના રસ્તા વચ્ચે બનેલી મારામારીની ઘટનાની ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેર ગુંદાખડા તથા સમઢીયાળા ગામના રસ્તા વચ્ચે પ્રેમલગ્નનો ખાર રાખી યુવક ઉપર યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે યુવતીના પરિવારજનો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સંજયભાઇ વાલાભાઇ કિહલા (ઉ.વ.૨૪ ધંધો રી.ડ્રા રહે. સતાપર તા. વાંકાનેર)એ આરોપીઓ ધનજીભાઇ લાલજીભાઇ બાવરવા, સંગ્રામભાઇ ધનજીભાઇ બાવરવા, વાહણભાઇ કરમશીભાઇ બાવરવા, નવઘણભાઇ વાહણભાઇ બાવરવા (રહે. બધા અદેપર ગામ તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૦ ના રોજ સાંજના સાડા ચોરક વાગ્યા વખતે ગુંદાખડા તથા સમઢીયાળા ગામના રસ્તા વચ્ચે ફરીયાદીએ એક આરોપીની દીકરી સાથે ભાગીને પ્રેમલગ્ન કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ રમેશભાઇને મુંઢમાર મારી ઇજા કરી તથા ફરીનેયાદી જમણા ગાલે તથા જમણા હાથે કુવાડાનો ઉન્ધો ઘા મારી મુંઢ ઇજા કરી અને ફરીયાદીના હવાલાવાળી ઇકોકારમા કુવાડાના ઉન્ધા ઘા મારી કાચ ફોડી નુકશાન કરી તથા સાહેદ રમેશભાઇને ગાલે કુવાડાનો ઉન્ધો ઘા મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..