ભોગ બનનારને દોઢ લાખ કમ્પેન્સેસન મંજુર કરતી નામદાર અદાલત મોરબી : મોરબી શહેરમાં કૌટુંબિક સગા એવા શખ્સે સગીરા ઉપર નજર બગાડી શારીરિક અડપલા કરવાના વર્ષ 2018ના કેસમાં નામદાર અદાલતે આરોપીને સાત વર્ષની કેદ અને દંડ ફટકારવાની સાથે ભોગ બનનાર માટે રૂપિયા દોઢ લાખ કમ્પેન્સેસન મંજુર કરતો હુકમ કર્યો છે. . આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો વર્ષ 2018માં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં સગીરાના માતાએ કૌટુંબિક નણદોયા ખાનભાઈ ઉર્ફે ભગવાનજીભાઈ વધોરા રહે. બૌદ્ધનગર નઝરબાગ રેલ્વે સ્ટેશન વાળા વિરુદ્ધ ફરિયાદી નોંધાવી હતી જેમાં તેઓ ચા બનાવવા દૂધ લેવા ફરિયાદી બહાર ગયા હોય ત્યારે આરોપીએ તેમની સગીર વયની દીકરી સાથે શારીરિક ચેનચાળા કરીને અડપલા કર્યા હતા અને તેઓ આવી જતા આ દ્રશ્યો જોઈ હતપ્રભ બનતા ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ચાલી જતા નામદાર સ્પેશ્યલ જજ (પોક્સો કોર્ટ) અને એડીશનલ સેશન્સ જજ મોરબી એમ કે ઉપાધ્યાય સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપી ખાનભાઈ ઉર્ફે ભગવાનજી વધોરાને કસુરવાન ઠેરવી ૭ વર્ષની કેદ અને રૂ ૧૦ હજાર દંડ ફટકારતો હુકમ કર્યો છે આ ઉપરાંત નામદાર અદાલત દ્વારા ભોગ બનનાર સગીરાને ધી ગુજરાત વિકટીમ કમ્પેન્સેસન સ્કીમ અંતર્ગત રૂ ૧.૫૦ લાખ ચુકવવા પણ આદેશ કર્યો હતો.