મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 7 ના ઉમેદવારોને વિજયી બનાવવા ભાજપના આગેવાનો અને હાસ્ય કલાકાર જયભાઈ છનિયારા આપશે માર્ગદર્શનમોરબી: મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માંથી પ્રતિનિધિત્વ કરનારા ચારેય ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવાના સંકલ્પ સાથે મોરબીમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કમળ ખીલવવાના ધ્યેયથી મોરબીના સમસ્ત જૈન સમાજના સંઘો, સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ દરેક શ્રાવક-શ્રાવિકાઓ માટે એક પારિવારિક સંમેલનનું આયોજન કરાયું છે.સમસ્ત જૈન સમાજ એકતા સમિતિ - મોરબી દ્વારા આયોજિત આ પારિવારિક સંમેલન આગામી બુધવાર, તારીખ 22-04-2026 ના રોજ સાંજે 5:00 કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, બેંક ઓફ બરોડા સામે, સરદાર રોડ, મોરબી ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા, ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લાના મહામંત્રી નિર્મલભાઈ જારિયા તેમજ સમાજના પનોતા પુત્ર અને જાણીતા હાસ્ય કલાકાર જયભાઈ છનિયારા ખાસ ઉપસ્થિત રહેશે અને સૌને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સમસ્ત જૈન સમાજને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #JainSamajMorbi #MorbiMahanagarpalika #Election2026 #BJP #WardNumber7 #KantilalAmrutiya #JayChhaniyara