હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામે માવતર ધરાવતા અને દેવળીયા ગામે સાસરું ધરાવતા શોભનાબેન મુકેશભાઈ ઉચાણાનો ભાઈ આરોપી ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઇ ડાભીના સાળાની દીકરીને ભગાડી ગયો હોવાથી ગત તા.2ના રોજ આરોપી (1) ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ડાભી (2) જસવંતભાઇ ઉર્ફે સંજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી (3) જયશ્રીબેન જસવંતભાઇ ઉર્ફે સંજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી(4) કડવીબેન વિઠ્ઠલભાઇ ડાભી (5) જોશનાબેન ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ડાભી (6) વિનોદ વિઠ્ઠલભાઇ ડાભી અને આરોપી (7) વિઠ્ઠલભાઇ પ્રભુભાઇ ડાભી રહે બધા-રાયસંગપર વાળાઓએ શોભનાબેનના પિતાના ઘરમાં ઘુસી ફરિયાદી તેમજ તેમના પરિવારના સભ્યોને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.