ચોમાસા અને ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો હતો: ઈમરજન્સી ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી રસ્તો ખુલ્લો કરાવ્યોહળવદ (મોરબી અપડેટ) : ચોમાસાની પરિસ્થિતિ અને ભારે પવનના કારણે માર્ગો પર સર્જાતી અવરોધરૂપ સ્થિતિ સામે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યંત ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. હળવદ તાલુકામાં ભારે પવન અને વરસાદને કારણે હળવદ-સરા રોડ પર એક મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જેના કારણે આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર અને ઈમરજન્સી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે વૃક્ષને કાપી રોડ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. વહીવટી તંત્રની સતર્કતા અને ત્વરિત કામગીરીના પરિણામે માર્ગ પરથી અવરોધ હટાવીને રસ્તો વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #Halvad #HalvadSaraRoad #MorbiAdministration #RoadBlockageCleared #Monsoon2026 #MorbiNews