મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામના યુવાનો દ્વારા આજે તારીખ ૦૪-૦૩-૨૦૨૫ને મંગળવારના રોજ રાત્રીના ૦૯ કલાકે નકલંક વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં રાત્રે ૦૯:૦૦ કલાકે શરુ થશે અને આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે મેચમાં કાંટે કી ટક્કર જોવા મળશે. જેથી આ ટુર્નામેન્ટ નીહાળવા નકલંક વોલીબોલ ટુર્નામેન્ટમાં આયોજકો દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.