વોટ્સએપ પર ફરતા બદલી અંગેના નિયમો સાચા ન હોવાની શિક્ષણ નિયામકે સ્પષ્ટતા કરવી પડી મોરબી : સોશિયલ મીડિયામાં પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો વોટ્સએપ પર ફરતા કરવામાં આવ્યા છે તે સાચા નથી. કેટલાક લોકોએ શિક્ષકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે.આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામકે સ્પષ્ટતા કરવી પડી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામક એમ.આઈ.જોષી દ્વારા જણાવાયું છે કે પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો સાચા નથી.ગઈકાલે કેટલાક લોકો દ્વારા પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો વોટ્સએપ પર ફરતા કરવામાં આવ્યા છે તે સાચા નથી. કેટલાક લોકોએ શિક્ષકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે.આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેથી કોઈને ગેરમાર્ગે ના દોરવા અપીલ કરવામાં આવે છે. વધુમાં બદલીના નિયમો હાલ સરકારની વિચારણા હેઠળ છે.જે અંગે નિર્ણય થશે ત્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ સદંતર ખોટા હોવાનું તેમને ભાર પૂર્વક જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..