મોરબી : મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા થોડા દિવસ પહેલા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને સિરામિક ઉત્પાદક જેવા કે માટી અને કાચથી બનતી વસ્તુઓનું પરિવહન દરમિયાન તુટ ફૂટ એટલે કે બ્રેકેજ થાય તો તેની જવાબદારી પાર્ટીની તથા ટ્રાન્સપોર્ટરની હશે તેમ જણાવ્યું હતું. જેની સામે મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે કે, બ્રેકેજની કોઈપણ પ્રકારની જવાબદારી ટ્રક કે ટ્રાન્સપોર્ટર માલિકની રહેશે નહીં. આ અંગે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની અગત્યની મીટીંગ મળી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, માટી અને કાચ જેવી નાજુક વસ્તુઓ પરિવહન દરમિયાન તૂટશે તો તેની જવાબદારી ફેક્ટરી અને પાર્ટીની રહેશે. તે અંગે ટ્રક અથવા ટ્રાન્સપોર્ટના માલિક કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.