બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ શુક્લએ પરશુરામ ધામ ખાતે થયેલ હોદ્દેદારોની વરણીને ગેરબંધારણીય ગણાવી મોરબી : મોરબી બ્રહ્મસમાજમા હોદેદારોની વરણીને લઈને બે જૂથ પડી ગયા છે. એક જ દિવસમાં બબ્બે મિટિંગ યોજાયા બાદ બબ્બે જગ્યાએથી પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. જો કે, મોરબી બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ શુક્લએ પરશુરામધામ ખાતે મિટિંગમાં જાહેર થયેલા નવા હોદ્દેદારોની નિમણૂક ગેરબંધારણીય ગણાવી સમસ્ત બ્રહ્મ સમાજ મોરબીના નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરી હતી. આજરોજ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા મળેલી કારોબારીની મિટિંગમાં પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી તથા સમગ્ર કારોબારી ટીમ દ્વારા 65થી વધુ વ્યક્તિઓની હાજરીમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે પ્રશાંતભાઇ મહેતા, મહામંત્રી તરીકે કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઇ જોષી તથા ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પંડ્યા, દિનેશભાઈ પંડ્યા, પલાભાઈ રાવલ, અમિતભાઈ પંડ્યાની નિમણુક કરવામાં આવી હતી. બીજી તરફ મોરબી પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની જુદી જુદી પાંખના આગેવાનોની હાજરીમાં મીટીંગ યોજી મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજની નવી ટીમની રચના કરવા આવી હતી જેમાં મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજના નવા પ્રમુખ તરીકે રવીન્દ્રભાઇ ત્રિવેદી, મહામંત્રી તરીકે કમલભાઈ દવે અને મિલેશભાઈ જોશીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.આ તકે મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટના પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા,ટ્રસ્ટી ડો.અનિલભાઈ મહેતા,હસુભાઈ પંડ્યા,નલિનભાઈ ભટ્ટ,ડો લહેરુ,મહેશભાઈ ભટ્ટ,નરેન્દ્રભાઈ મહેતા,મનોજભાઈ પંડ્યા, હળવદ તાલુકા પ્રમુખ હરેશભાઇ મહેતા,નીતિનભાઈ પંડ્યા,અરુણભાઈ ઠાકર, ડો આશિષ ભાઈ ત્રિવેદી વિનુભાઈ ભટ્ટ,મોરબી જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન ઠાકર,મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઇ ઓઝા,મહામંત્રી નીરજભાઈ ભટ્ટ,મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ,મોરબી બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ નીલાબેન પંડિત, ચેતનાબેન જોશી,દર્શનાબેન જોશી,મોરબી પરશુરામ યુવા ગુપના પ્રમુખ અતુલભાઈ જોશી,ઉપપ્રમુખ કમલભાઈ દવે, ઉપપ્રમુખ મહિધરભાઇ દવે, વિજયભાઈ રાવલ જીલ્લા બ્રહ્મસમાજ મીડિયા કનવિનર ભાસ્કરભાઈ જોશી સહિતના મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જો કે, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ નામના ધરાવે છે અને સમાજ ઉપયોગી કાર્યોમાં બ્રહ્મ સમાજના આગેવાનો સતત દોડતા રહેતા હોય છે ત્યારે આજે આચનક જ પરશુરામધામ ખાતે બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ શુક્લ કે અન્ય કોઈ આગેવાનોને વિશ્વાસમા લીધા વગર મિટિંગ યોજી નવા સંગઠનની જાહેરાત કરવામાં આવતા બ્રહ્મ સમાજ સંગઠન પ્રમુખ કિશોરભાઈ શુક્લએ પરશુરામધામ ખાતે મળેલી મિટિંગમાં નિમણૂક કરવામાં આવેલા હોદ્દેદારો ગેરબંધારણીય હોવાનું જણાવી બ્રહ્મસમાજમાં ફાંટા પડાવવાની આ ચેષ્ઠાને વખોડી કાઢી હતી. જ્યારે બીજી તરફ પરશુરામધામ ખાતે મિટિંગ યોજી નવા હોદ્દેદારોની નિમણૂક બાબતે એક વિડિયો મારફતે મોરબી જિલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતન ભટ્ટ દ્વારા સમાજના આગેવાનો અને અન્ય સમાજની સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં સર્વ સંમતિથી નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.