મોરબી : મોરબીમાં સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ત્રીજી લહેરને અટકાવવા લાભાર્થીઓને વેક્સિનેશનની સાથે RTPCR ટેસ્ટની સુવિધા પણ નિયમિતરૂપે ચાલુ રાખવામાં આવી છે. મોરબીમાં આવેલ સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડીકલ ઓફીસર ડો. એ. એન. ખોરજીયા તથા તમામ સ્ટાફ દ્વારા કોવીડ-19ની ત્રીજી લહેર રોકવા માટે વેકસીનેસન સાથે RTPCR સેમ્પલ દ્વારા સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરેલ છે. આ માટે દરરોજ વેકસીનેસન સાથે તમામ લાભાર્થીઓના RTPCR રીપોર્ટ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં અત્યાર સુધી 27,400 વેક્સિન અપાઈ છે. અને 2589 RTPCR ટેસ્ટ અને 19,146 રેપીડ ટેસ્ટ કરાયા છે. સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં ડો. એ. એન ખોરજીયા તથા લેબટેક માધુરી વરીયા, ફાર્મસીટ નેહા દેસાઇ, FHW રિધ્ધી ચૌહાણ, પરમાર કૈલાશ, સુફીયા શેરસીયા, વકાલીયા મહેજબીન, આરીફા કડીવાર, MPHW તંજીર શેરસીયા, જુનેદ વડાવીયા, બાભવા શયલેસ, કાનગઢ સાગર, સ્ટાફ નર્સ માથકીયા ઇસતીયાક, મહેતા અદીતી, ઓપરેટર રાઠોડ શોભના, નકુમ કીશોર, સોનાગ્રા દીપેશ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..