શેરીમાં સાયકલ અને એક્ટિવા ચલાવવા બાબતે બોલાચાલી બાદ બઘડાટી બોલી હતી.મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ વિસ્તારમાં શેરીમાં એક્ટિવ અને સાયકલ ધીમે ચલાવવા બાબતે રહેતા બે પરિવારો વચ્ચે મોડીરાત્રે નજીવી બાબતે તકરાર થયા બાદ મહિલાઓ અને પુરૂષો મેદાનમાં આવી ગયા હતા અને સોડા બોટલ, તપેલા, લાકડી, ધોકા અને પાઇપ સાથેના હથિયારો સાથે બઘડાટી બોલાવતા અડધી રાત્રે સીટી એ ડિવિઝન સહિતની તમામ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ બન્ને જૂથના સભ્યોને રાઉન્ડઅપ કરી સામસામી ફરિયાદ નોંધી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં રહેતા અજીમભાઇ સલેમનભાઈ થૈયમે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે શેરીમાં છોકરાવ ફૂલ સ્પીડે એક્ટિવા અને સાયકલ ચલાવતા હોવાથી ઠપકો આપતા આરોપી જુસબ ગુલમામદ મોવર, નિઝામ સલીમભાઈ મોવર, ઇબ્રાહિમ ઉર્ફે જોન અક્બરભાઈ મોવર અને અનવર ઇબ્રાહીમભાઇ મોવરે ઝઘડો કરી પાઇપ, ધોકા અને પથ્થરના ઘા કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.સામાપક્ષે અનવરભાઈ ઇબ્રાહીમભાઇ મોવરે આરોપી અજીમભાઇ સલેમનભાઈ થૈયમ, અબુ ખમીશા થૈયમ, મેહબૂબ કસમ થૈયમ અને કાદરભાઈ હબીબભાઇ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ છોકરાઓને સાયકલ અને એક્ટિવા ચલાવવા બાબતે ઠપકો આપતા સમજાવવા જતા તલવાર સહિતના ઘાતક હથિયાર વડે હુમલો કરી છુટા પથ્થરના ઘા કરી જાનથી મારી નાખ ધમકી આપી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.